IPL 2018 : સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં વૉર્નરના સ્થાને હેલ્સને મળ્યું સ્થાન
Live TV
-
બૉલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર થયેલા ઑસ્ટ્રેલિયાના ઉપ-કેપ્ટન ડેવિડ વૉર્નરને IPL 2018માંથી બહાર કરવામાં આવતા હવે હેલ્સને સ્થાન મળ્યું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં વૉર્નરની જગ્યાએ બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડના ખેલાડી એલેક્સ હેલ્સને સ્થાન મળ્યું છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં દોષી જાહેર કરવામાં આવતા વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આઈપીએલ 2018માંથી પણ બહાર કરવામા આવ્યો છે. ત્યારે વૉર્નરની જગ્યાએ ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સની પસંદગી કરવામાં આવી છે.
સનરાઇઝર્સે હેલ્સને રજિસ્ટર્ડ એન્ડ અવેલેબલ પ્લેયર પૂલ (આરએપીપી) અંતર્ગત બેઝ પ્રાઇઝ એક કરોડમાં ખરીદ્યો છે. નોંધનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલ રમી ચુકેલા હેલ્સને આ વખતે હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો.
હેલ્સ ઇંગ્લેન્ડ તરફથી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. હેલ્સે 27મી માર્ચ 2014માં ચટગાંવમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 વિશ્વ કપમાં અણનમ 116 રન ફટકાર્યા હતા.