Skip to main content
Settings Settings for Dark

IPL 2023માં આજે ક્વોલિફાયર-2 - મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો

Live TV

X
  • આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. IPLની 16મી સીઝનની ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ સાતમી વખત અને ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. આજે જે ટીમ જીતશે તે 28 તારીખે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે

    IPLમાં અત્યાર સુધી મુંબઈ અને ગુજરાત ટાઇટન્સ માત્ર 3 વખત ટકરાયા છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે રહ્યું છે. મુંબઈની 3 મેચમાંથી 2માં જીત થઈ છે. જ્યારે ગુજરાત માત્ર 1 મેચ જીતી શક્યું છે. IPL 2023માં આ 2 ટીમો 2 વખત સામ-સામે આવી ચુકી છે. જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે.

    મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલ નંબર-4 પર રહી હતી. મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ હતા. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી. મુંબઈની ટીમ 10મી વખત પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તેની 10મી પ્લેઓફમાં ચોથી વખત ક્વોલિફાયર-2 રમવા જઈ રહી છે. 

    જો વરસાદને કારણે ક્વોલિફાયર-2 મેચ શરૂ ન થાય અથવા કોઈપણ નિર્ણય ન આવે તો ગુજરાત ટાઇટન્સનને વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે કારણ કે આ ટીમ પોઇન્ટ ટેબલ પર મુંબઈ ઇન્ડિયન્સ કરતાં આગળ છે. ગુજરાત +.809 અને 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply