Skip to main content
Settings Settings for Dark

IPL 2023: લખનઉ સુપર જાયન્ટ્સે લોન્ચ કરી નવી જર્સી

Live TV

X
  • આગામી સમયમાં આઈપીએલ 2023ની લીગ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આજે લખનઉ સુપર જાયન્ટ્સે ટીમની જર્સી લોન્ચ કરી છે. આ જર્સી સુપર કુલ લાગી રહી છે. ત્યારે આજરોજ અમદાવાદ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સે ટીમ માટેની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. જર્સી લોન્ચ ઈવેન્ટમાં કેપ્ટન કે.એલ. રાહુલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જર્સી લોન્ચીંગ કાર્યક્રમમાં ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને BCCI સેક્રેટરી જય શાહ તથા ઓનર સંજીવ ગોયનકા સહિત ટીમના કેટલાક પ્લેયર ઉપસ્થિત રહ્યા હતા. ટીમની નવી જર્સીના કલરની વાત કરીએ તો ડાર્ક બ્લૂ કલરની છે. 

    ક્રિકેટ રસિકોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. IPL 2023ની શરુઆત આ મહિનાની 31 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈની ટીમ વચ્ચે રમાશે. ક્રિકેટના મેચની વાત કરીએ તો 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. મહત્વનું છે કે, ત્રણ વર્ષ બાદ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે.

    ​​​ગત વર્ષથી જ IPLમાં પદાર્પણ કરનારી લખનઉ સુપર જાયન્ટ્સે તેની પ્રથમ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતુ. પરંતુ આઈપીએલનું ટાઈટલ જીતી શક્યુ ન હતુ. ત્યારે હવે લખનઉની ટીમ તેની બીજી સિઝનમાં રમવા માટે ઉત્સુક છે. આ અંગે ટીમે તેની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply