અમદાવાદ ટેસ્ટ મેચમાં ટોસ માટે ખાસ સિક્કાનો કરાયો ઉપયોગ
Live TV
-
સિક્કામાં બંને દેશોની ક્રિકેટ સાથે જોડાયેલી બાબતોનો 75 વર્ષનો કરાયો છે સમાવેશ
ભારત અને ઓસ્ટ્રેલિયામાં ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ બંને સાથે નિહાળી રહ્યા છે. મેચ પહેલા બંને નેતાઓએ ખેલાડીઓ સાથે કરી મુલાકાત. બંને દેશોની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. આ અવસરે ટોસ માટે ખાસ સિક્કાનો ઉપયોગ થયો હતો. જેમા બન્ને દેશની ટેસ્ટથી જોડાયેલ યાદોના 75 વર્ષને દર્શાવ્યાં છે. બન્ને નેતાઓએ સ્ટેડિયમમાં બંને દેશની ટેસ્ટ સાથે જોડાયેલ ફોટો પ્રદર્શનીનું અવલોકન કર્યું હતું.
