બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ચાર વિકેટ ગુમાવી 255 રન કર્યા
Live TV
-
પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ તેમના પ્રથમ દાવમાં ચાર વિકેટ ગુમાવી 255 રન કર્યા છે. પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે પહેલા દિવસની રમત પુરી થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા 104 રન પર જ્યારે કેમેરોન ગ્રીન 49 રન સાથે રમતમાં હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ બે જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, ચાર મેચની આ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.
