Skip to main content
Settings Settings for Dark

IPL 2024: પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું

Live TV

X
  • IPL 2024 ની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે ચેન્નાઈને તેના જ ઘરમાં 7 વિકેટે હરાવ્યું હતું. પંજાબની આ જીત સાથે પ્લેઓફની રેસમાં ઉત્સાહ વધી ગયો છે.

    લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. પ્રભસિમરન 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રિલે રૂસો અને જોની બેરસ્ટોએ કમાન સંભાળી. બંનેએ સાવધાનીપૂર્વક રમીને ટીમને 100ની નજીક પહોંચાડી હતી. બેયરસ્ટો 46 રન અને રિલે રૂસો 43 રન બનાવીને આઉટ થયા હતા.

    આ પછી કેપ્ટન સેમ કુરન (અણનમ 26) અને શશાંક સિંહ (25 અણનમ)ની મદદથી 17.5 ઓવરમાં 163 રન બનાવીને પંજાબને જીત અપાવી હતી. ચેન્નાઈ તરફથી ત્રણ બોલરોને એક-એક વિકેટ મળી હતી.

    પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટન રુતુરાજ ગાયકવાડની અડધી સદીની ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રૂતુરાજે 48 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી હરપ્રીત બ્રાર અને રાહુલ ચહરને બે-બે સફળતા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply