Skip to main content
Settings Settings for Dark

IPL 2024: MS ધોનીએ છોડી CSKની કેપ્ટનશીપ, રુતુરાજ ગાયકવાડ બન્યા ટીમના નવા કેપ્ટન

Live TV

X
  • MS ધોનીએ ટાટા આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે.

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન શુક્રવાર (22 માર્ચ)થી શરૂ થઈ રહી છે. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. મેચના એક દિવસ પહેલા CSKમાં કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    CSK દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમએસ ધોનીએ ટાટા આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. રૂતુરાજ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે.

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે એમએસ ધોની હવે કેપ્ટન નહીં રહે. અગાઉ IPL 2022માં પણ CSK મેનેજમેન્ટે કેપ્ટન્સીમાં ફેરફાર કર્યો હતો. ધોનીની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, તેની કપ્તાનીમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી, જેના કારણે તેણે સીઝનની વચ્ચે જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી ધોનીએ ફરી એકવાર કેપ્ટનશિપની જવાબદારી લીધી. તેણે છેલ્લી સિઝન (IPL 2023)માં ટીમને તેના પાંચમા ટાઇટલ સુધી પહોંચાડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply