Skip to main content
Settings Settings for Dark

IPL 2025: કોલકાતાની વધુ એક શરમજનક હાર, ગુજરાતે 39 રનથી મેચ જીતી

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં KKRને 39 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો, ઇડન ગાર્ડન્સ ખાતે યોજાઇ હતી મેચ

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતમાંથી ગિલના 90 અને સાઈ સુદર્શનના શાનદાર અર્ધશતકના આધારે KKR માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, KKR 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન બનાવી શક્યું હતું. 

    KKRની બેટિંગ કેવી રહી ?

    199 રનના લક્ષ્યાંકના જવાબમાં, KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં ગુરબાઝને આઉટ કર્યો હતો, તેના બેટમાંથી ફક્ત એક જ રન આવ્યો હતો. આ પછી, નરેન અને રહાણેએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ રાશિદ ખાને છઠ્ઠી ઓવરમાં નરેનની વિકેટ લીધી. નરેને 12 બોલમાં 17 રન બનાવ્યા. આ પછી, વેંકટેશ ઐયર અને અજિંક્ય રહાણે વચ્ચે એક નાની ભાગીદારી થઈ પરંતુ ઐયર ફરી એકવાર ફ્લોપ રહ્યો. તેણે 14 રન બનાવ્યા અને 12મી ઓવરમાં સાઈ કિશોરનો શિકાર બન્યો. આ પછી અજિંક્ય રહાણેએ ફિફ્ટી ફટકારી, પરંતુ 13મી ઓવરમાં સાઈ કિશોરે તેની વિકેટ લીધી. રહાણેએ 37 બોલમાં 50 રન બનાવ્યા. આ પછી, રસેલનું બેટ ફરી એકવાર શાંત રહ્યું. રસેલ ફક્ત 21 રન બનાવી શક્યો અને રાશિદ ખાનનો શિકાર બન્યો. આ પછી, પ્રખ્યાત ક્રિષ્નાએ એક જ ઓવરમાં રમનદીપ અને મોઈન અલીને આઉટ કરીને KKRની આશાઓનો અંત લાવ્યો. કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન જ બનાવી શકી.

    ગુજરાતની બેટિંગ કેવી રહી ?

    ટોસ બાદ પહેલા બેટિંગ કરવા ગયેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત શાનદાર રહી. ઓપનર શુભમન ગિલ અને સાઈ સુદર્શન બંને એકબીજા સાથે તાલમેલમાં દેખાયા હતા. બંનેએ જબરદસ્ત શરૂઆત કરી અને KKRના બોલરોને આડે હાથ લીધા. 10 ઓવરમાં, બંનેએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 89 રન ઉમેર્યા. ગિલે માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી. જ્યારે, સાઈ સુદર્શને 33 બોલમાં 50 રન બનાવ્યા. જોકે, ગુજરાતને 13મી ઓવરમાં શરૂઆતમાં જ ફટકો પડ્યો જ્યારે સાઈ સુદર્શન 52 રન બનાવીને આઉટ થઈ ગયા. પરંતુ આ પછી બટલર અને ગિલે બાજી સંભાળી. બંનેએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. ગિલે 55 બોલમાં 90 રન બનાવ્યા અને 18મી ઓવરમાં આઉટ થયો. આ પછી, રાહુલ તેવતિયા ખાતું પણ ખોલી શક્યો નહીં અને આઉટ થઈ ગયા. જોકે, બટલર એક છેડે ઊભો રહ્યો. તેની જ્વલંત ઇનિંગ્સના આધારે, ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને KKR માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply