IPL 2026: આજે વાનખેડે ખાતે MI અને SRH વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો
Live TV
-
આઈપીએલ 2026નો 41મો મુકાબલો બુધવારની સાંજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. MI-SRH વચ્ચે થનારા આ મુકાબલામાં રોમાંચક રમત જોવા મળે તેવી આશા છે.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ સીઝનમાં ટીમે પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા છે. MI 7 મેચોમાં માત્ર 2 મેચ જીતી શકી છે અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં દસમા સ્થાને છે. MI પોતાની છેલ્લી મેચમાં વાનખેડેમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી હારી ગઈ હતી. આ હાર પછી પ્લેઓફમાં જવાની કોઈ પણ શક્યતાને જીવંત રાખવા માટે MIએ પોતાની બાકીની તમામ મેચો જીતવી પડશે અને તેની શરૂઆત SRH સામે જ કરવી પડશે. મુંબઈ માટે આ કાર્ય સરળ નહીં હોય.
MIની ટીમ આખી સીઝનમાં ક્યારેય એક ટીમ તરીકે બેટિંગ અને બોલિંગમાં દમદાર પ્રદર્શન કરતી જોવા મળી નથી. કેપ્ટન હાર્દિક માટે તમામ ખેલાડીઓને એકજૂથ રાખીને પ્રદર્શન કરાવવું એક મોટો પડકાર છે. કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ અને રોહિત શર્માની ઈજા પણ ટીમ માટે મોટી ચિંતાનો વિષય બનેલી છે.
SRHની વાત કરીએ તો ટીમ 8 મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવીને ચોથા સ્થાને છે. પેટ કમિન્સની વાપસી પછી ટીમ વધુ સંતુલિત અને મજબૂત થઈ છે. SRH પોતાની છેલ્લી 4 મેચો સતત જીતી છે. આવા સમયે SRH પોતાની જીતની લય MI સામે તેના ઘરેલું મેદાન પર પણ જાળવી રાખવા પૂરો પ્રયાસ કરશે. આ મેચમાં જીત SRHની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાને વધુ મજબૂત કરશે.
મેચ દરમિયાન હવામાન ગરમ અને ચોખ્ખું રહેવાની ધારણા છે. તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.
વાનખેડેની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. પિચ સખત અને સપાટ છે, જેનાથી બોલરોને સારો બાઉન્સ અને ગતિ મળે છે અને બેટ્સમેન મુક્તપણે પોતાના શોટ્સ રમી શકે છે. ફાસ્ટ બોલરોને ઈનિંગની શરૂઆતમાં થોડી મદદ મળે છે, પરંતુ જેમ જેમ ઈનિંગ આગળ વધે છે તેમ બેટિંગ સરળ બનતી જાય છે. સ્પિનરોને વચ્ચેની ઓવરોમાં થોડો ટર્ન મળી શકે છે, જોકે આવું બહુ ઓછું જોવા મળ્યું છે. સાંજ સુધીમાં ઝાકળ (ઓસ) પડવાની શક્યતા છે, જે બીજી ઈનિંગમાં ચેઝ કરનારી ટીમ માટે ખૂબ ફાયદાકારક રહેશે. તેથી ટીમો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
MI અને SRH વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં 25 મુકાબલા થયા છે. જેમાં MIએ 15, જ્યારે SRH 10 મેચ જીતી છે
