Skip to main content
Settings Settings for Dark

IPL 2026: પંજાબ કિંગ્સને હરાવી SRH બની નંબર 1, જાણો કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ

Live TV

X
  • સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) IPL 2026ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બુધવારે(6 મે) રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મેચમાં SRHએ પંજાબ કિંગ્સ ટીમને હરાવીને બીજા સ્થાને ધકેલી દીધી છે અને પોતે ટોચનું સ્થાન હાસલ કર્યું છે.

    SRHએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને માત્ર 202 રન જ બનાવી શકી હતી અને 33 રનથી મેચ હારી ગઈ હતી.

    પોઈન્ટ ટેબલની સ્થિતિ
    SRH અને પંજાબ કિંગ્સની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટીમોનું સ્થાન, 
    SRH: 11 મેચમાં 14 પોઈન્ટ (પ્રથમ સ્થાન)
    પંજાબ કિંગ્સ: 10 મેચમાં 13 પોઈન્ટ (બીજું સ્થાન)
    RCB: 9 મેચમાં 12 પોઈન્ટ (ત્રીજું સ્થાન)
    રાજસ્થાન રોયલ્સ: 10 મેચમાં 12 પોઈન્ટ (ચોથું સ્થાન)
    ગુજરાત ટાઇટન્સ: 10 મેચમાં 12 પોઈન્ટ (પાંચમું સ્થાન)
    (સમાન પોઈન્ટ હોવા છતાં રન રેટના આધારે રેન્કિંગમાં તફાવત છે.)

    ઓરેન્જ અને પર્પલ કેપની રેસ
    ઓરેન્જ કેપ: આ મેચ બાદ ઓરેન્જ કેપ ફરી એકવાર SRHના બેટ્સમેન હેનરિક ક્લાસેન પાસે આવી ગઈ છે. ક્લાસેને 43 બોલમાં 69 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે 11 મેચમાં તેના કુલ 494 રન થયા છે. અભિષેક શર્મા 475 રન સાથે બીજા ક્રમે છે.

    પર્પલ કેપ: પર્પલ કેપ હાલમાં RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાસે છે, જેણે 9 મેચમાં 17 વિકેટ ઝડપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો અંશુલ કંબોજ 17 વિકેટ સાથે બીજા ક્રમે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply