ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે મેચોની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે, સંપૂર્ણ શિડ્યુલ જાહેર
Live TV
-
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ 23 મેના રોજ ત્રણ વનડે મેચોની સિરીઝ માટે પાકિસ્તાન પહોંચશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) દ્વારા ગુરુવારે(7 મે) આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
વનડે સિરીઝનું શિડ્યુલ
PCB મુજબ, ઓસ્ટ્રેલિયન ટીમ 23 મેના રોજ ઈસ્લામાબાદ પહોંચશે.
પહેલી વનડે: 30 મે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ.
બીજી વનડે: 2 જૂન, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર.
ત્રીજી વનડે: 4 જૂન, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર.
સમય: ત્રણેય મેચો સ્થાનિક સમય મુજબ સાંજે 4.30 કલાકે શરૂ થશે (ટોસ સાંજે 4.00 કલાકે).IPL 2026 સાથે ટકરાશે શિડ્યુલ
પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા સિરીઝનું શિડ્યુલ IPL 2026ના પ્લેઓફ રાઉન્ડ સાથે ટકરાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ હાલ IPL રમી રહ્યા હોવાથી પાકિસ્તાન જનારી ટીમમાં કેટલાક મોટા નામો ગેરહાજર રહી શકે છે. જોકે, જે ખેલાડીઓની ટીમ પ્લેઓફમાં નહીં પહોંચે તેઓ ટીમ સાથે જોડાઈ શકે છે. LSGના મિશેલ માર્શ, જોશ ઇંગ્લિસ અને KKRના કેમરૂન ગ્રીન વનડે સિરીઝમાં રમે તેવી શક્યતા છે.ટીમ પસંદગી અને આરામ
પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ જેવા સિનિયર ખેલાડીઓને ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. જ્યારે એડમ ઝામ્પા, માર્નસ લાબુશેન અને એલેક્સ કેરી જેવા ખેલાડીઓ, જેઓ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં રમ્યા હતા તેઓ વનડે ટીમનો ભાગ બની શકે છે.ઐતિહાસિક આંકડા
માર્ચ-એપ્રિલ 2022 પછી ઓસ્ટ્રેલિયાની ટીમનો આ પહેલો વનડે પ્રવાસ છે. અગાઉના પ્રવાસમાં પાકિસ્તાને 2-1 થી વિજય મેળવ્યો હતો.
કુલ વનડે: 111
ઓસ્ટ્રેલિયાની જીત: 71
પાકિસ્તાનની જીત: 36
ટાઈ/પરિણામ વગરની મેચ: 4
