Skip to main content
Settings Settings for Dark

IPL 2026: ન તો LSGને જીતનો ફાયદો થયો, ન તો RCBને હારનું નુકસાન, પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર નહીં

Live TV

X
  • IPL 2026 માં ગુરુવારે(7 મે) સાંજે ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) વચ્ચે રોમાંચક મુકાબલો ખેલાયો હતો. ડકવર્થ લુઈસ(DLS) નિયમ મુજબ LSGએ આ મેચ 9 રને જીતી લીધી હતી. આ જીત સાથે LSGએ સતત 6 હારના ક્રમનો અંત લાવ્યો છે. જોકે, LSGની જીત અને RCBની હાર છતાં પોઈન્ટ ટેબલ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી.

    વરસાદથી પ્રભાવિત આ મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. LSGએ મિશેલ માર્શના 56 બોલમાં 111 રનની તોફાની ઈનિંગની મદદથી 19 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવ્યા હતા. DLS નિયમ મુજબ RCBને 19 ઓવરમાં 213 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ ટીમ 6 વિકેટે 203 રન જ બનાવી શકી અને 9 રને મેચ હારી ગઈ.

    પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ:
    SRH: 11 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ (પ્રથમ સ્થાન)
    PBKS: 10 મેચમાં 13 પોઈન્ટ (બીજું સ્થાન)
    RCB: 10 મેચમાં 12 પોઈન્ટ (ત્રીજું સ્થાન)
    RR: 10 મેચમાં 12 પોઈન્ટ (ચોથું સ્થાન)
    GT: 10 મેચમાં 12 પોઈન્ટ (પાંચમું સ્થાન)
    CSK: 10 મેચમાં 10 પોઈન્ટ (છઠ્ઠું સ્થાન)
    DC: 10 મેચમાં 8 પોઈન્ટ (સાતમું સ્થાન)
    KKR: 9 મેચમાં 7 પોઈન્ટ (આઠમું સ્થાન)
    MI: 10 મેચમાં 6 પોઈન્ટ (નવમું સ્થાન)
    LSG: 10 મેચમાં 6 પોઈન્ટ (દસમું સ્થાન)

    સરખા પોઈન્ટ હોવા છતાં નેટ રન રેટના કારણે ટીમોના રેન્કિંગમાં તફાવત છે.

    ઓરેન્જ અને પર્પલ કેપ:
    મેચ બાદ પણ ઓરેન્જ કેપ SRHના બેટ્સમેન હેનરિક ક્લાસેન પાસે જ છે, જેણે 11 ઇનિંગ્સમાં 494 રન બનાવ્યા છે. જ્યારે પર્પલ કેપ RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાસે છે, જેણે 10 મેચમાં 17 વિકેટ ઝડપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply