Skip to main content
Settings Settings for Dark

IPL 2026: પંજાબ કિંગ્સની શાનદાર જીત, 6 વિકેટે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું

Live TV

X
  • પંજાબ કિંગ્સે ઈતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે સાત બોલ બાકી રાખીને 265 રન બનાવ્યા છે અને દિલ્હીને 6 વિકેટથી હરાવ્યું છે. 'સરપંચ' શ્રેયસે વિસ્ફોટ 71 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત આપવી છે..

    IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા છે. આ સીઝનનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. દિલ્હીમાંથી કે.એલ.રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી.

    પંજાબની ઐતિહાસિક રન ચેઝ

    265 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત શાનદાર રહી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે વિસ્ફોટક બેટિંગ કરી. સાતમી ઓવરમાં પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 હતો. પ્રિયાંશે 17 બોલમાં 43 રન બનાવ્યા. જોકે, પ્રભસિમરનનું વિસ્ફોટક ફોર્મ ચાલુ રહ્યું. પછી, આઠમી ઓવરમાં પ્રભસિમરન સિંહે પોતાની વિકેટ ગુમાવી. પ્રભસિમરન સિંહે 26 ​​બોલમાં 76 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં તેણે નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.

    ત્યારબાદ નેહલ વાઢેરા અને શ્રેયસ ઐયરે 56 રનની મજબૂત ભાગીદારી નોંધાવી. જોકે, નેહલે 15મી ઓવરમાં 15 બોલમાં 25 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી. ત્યારબાદ શ્રેયસ ઐયરે બાજી સંભાળી અને 36 બોલમાં અણનમ 71 રન બનાવ્યા. ઐયરે પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. પંજાબે સાત બોલ વહેલા મેચ જીતી લીધી. પંજાબ ટુર્નામેન્ટમાં અણનમ રહ્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply