ISSF જુનિયર વર્લ્ડકપ - અમદાવાદની શુટિંગ રમત ખેલાડી કુમારી એલાવેનિલ વાલરિવનને બે સુવર્ણચંદ્રક
Live TV
-
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું
અમદાવાદની રહેવાસી અને શૂટિંગ રમતની ખેલાડી કુમારી એલાવેનિલ વાલરિવન ISSF જુનિયર વર્લ્ડકપમાં બે સુવર્ણચંદ્રક જીતીને અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી. એલાવેનિલનું અમદાવાદ એરપોર્ટ પર સંસ્કારધામ સ્કૂલ વતી તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી ભવ્ય સ્વાગત કરાયું. આ પ્રસંગે તેમના માતા-પિતા મિત્રો તેમજ પ્રશંસકો હાજર રહ્યા હતા. એલાવેનિલે 19 માર્ચથી 25 માર્ચ દરમિયાન ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ ISSF જુનિયર વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને બે સુવર્ણચંદ્રક વ્યક્તિગત અને ટીમ માટે જીતીને ગુજરાતનું તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે. એનાવેનિલનો જુનિયર વર્લ્ડકપ રમવાનો આ પ્રથમ અનુભવ છે. પ્રથમ સ્પર્ધામાં જ ટીમમાં 631. 4 ક્વૉલિફિકેશન સ્કોર કરી નવો જ વિક્રમ પોતાના નામે કર્યો છે,જે ગર્વની બાબત છે.