બોલ ટેમ્પરિંગ મામલો- ડેવિડ વોર્નર સાર્વજનિક રીતે માફી માંગતા રડી પડ્યો
Live TV
-
સ્મિથે કહ્યું કે, આ મોટી ભૂલ હતી, તેનું પરિણામ હવે સમજમાં આવી રહ્યું છે
પત્રકારો સાથે વાત કરતા-કરતા સ્મિથ રડી પડ્યો હતો. સ્મિથે કહ્યું કે, "હું મારી ભૂલ માટે કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું. જો બીજા માટે કોઈ દાખલો હોઈ શકે તો મને આશા છે કે હું પરિવર્તન માટે એક બળ હોઈ શકું છું." સ્મિથે વધુમાં કહ્યું, "હું આશા વ્યક્ત કરું છું કે સમયની સાથે હું મારું આદર ફરી મેળવીશ. ક્રિકેટ દુનિયાની સૌથી મોટી ગેમ છે, તે મારું જીવન રહ્યું છે અને મને આશા છે કે તે ફરીથી થઈ શકે છે." હું આ ઘટનાની સમગ્ર જવાબદારી લઉં છું. હું બિલકુલ નિરાશ છું, આ મારા નેતૃત્વની નિષ્ફળતા છે. મેં ખોટા નિર્ણય લેવાની ગંભીર ભૂલ કરી છે.""સારા લોકો પણ ભૂલ કરે છે. મેં પણ મોટી ભૂલ કરી છે કે આ બધું થવા દીધું. મેં નિર્ણય લેવામાં મોટી ભૂલ કરી. હું શરમ અનુભવું છું અને દિલથી માફી માંગું છું. આશા છે કે હું આ નુકસાનની ભરપાઈ કરી શકું."