LSGના કેપ્ટન ઋષભ પંતને સ્લો ઓવર-રેટ બદલ રૂપિયા 12 લાખનો દંડ
Live TV
-
આઈપીએલ 2026 (IPL 2026) માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને ભલે શાનદાર જીત મળી હોય, પરંતુ તેના કેપ્ટન ઋષભ પંત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં ઓવરો પૂરી ન કરવા બદલ એટલે કે સ્લો ઓવર-રેટ (Slow Over-rate) ના કારણે આઈપીએલ પ્રશાસન દ્વારા પંત પર ૧૨ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ 2026 (IPL 2026) માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને ભલે શાનદાર જીત મળી હોય, પરંતુ તેના કેપ્ટન ઋષભ પંત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં ઓવરો પૂરી ન કરવા બદલ એટલે કે સ્લો ઓવર-રેટ (Slow Over-rate) ના કારણે આઈપીએલ પ્રશાસન દ્વારા પંત પર ૧૨ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ નંબર 59માં લખનૌની ટીમે સ્લો ઓવર-રેટ જાળવ્યો હતો. આ સીઝનમાં આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.22 (ન્યૂનતમ ઓવર ગતિનો ગુનો) હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ ભૂલ છે, જેના કારણે કેપ્ટન ઋષભ પંતને લઘુત્તમ 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
મેચ હાઇલાઇટ્સ: લખનૌએ ચેન્નાઈને ૭ વિકેટે હરાવ્યું
દંડની આ કાર્યવાહી સિવાય મેદાન પર લખનૌનું પ્રદર્શન અત્યંત લાજવાબ રહ્યું હતું. લખનૌએ ચેન્નાઈ સુપર કિંગ્સને એકતરફી મુકાબલામાં 7 વિકેટે હરાવીને સીએસકેની પ્લેઓફની આશાને મોટો ફટકો આપ્યો છે:કાર્તિક શર્માની શાનદાર બેટિંગ: લાલ માટી (Red Soil) ની પિચ પર લખનૌના બોલર આકાશ સિંહે (3 વિકેટ) શરૂઆતમાં જ સીએસકેના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. જોકે, કાર્તિક શર્માની ટ્વેન્ટી-20 કરિયરની સર્વશ્રેષ્ઠ 71 રનની ઇનિંગ અને શિવમ દુબેના અણનમ 32 રનની મદદથી ચેન્નાઈએ 20 ઓવરમાં 187/5 નો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
મિશેલ માર્શનું તોફાન: 188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમને ઓપનર મિશેલ માર્શ અને જોશ ઈંગ્લિશે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 135 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. માર્શે 236.84ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી માત્ર 38 બોલમાં 90 રન ઝૂડી કાઢ્યા હતા, જોકે તે રનઆઉટ થતાં સદી ચૂકી ગયો હતો.
પૂરનનું પાવરફુલ ફિનિશિંગ: માર્શ આઉટ થયા બાદ નિકોલસ પૂરને મોરચો સંભાળ્યો હતો. પૂરને માત્ર 17 બોલમાં 4 આકાશચુંબી સિક્સર અને 1 ફોરની મદદથી અણનમ 32 રન ફટકારીને 20 બોલ બાકી રહેતા જ લખનૌને એક શાનદાર જીત અપાવી દીધી હતી.
