T-20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ પર 5 વિકેટે મેળવી જીત
Live TV
-
T-20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ પર 5 વિકેટે મેળવી જીત
T-20 વર્લ્ડ કપની 35મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રવિવારે સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે સ્કોટલેન્ડની સફર ખતમ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા સુપર-8 માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. તે અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
ગ્રોસ આઇલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમે બ્રેન્ડન મેકકુલનની અડધી સદીની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. બ્રેન્ડન મેક્કુલમે 34 બોલમાં 60 રન બનાવ્યા હતા. કેપ્ટન રિચી બેરિંગટને 11 બોલમાં અણનમ 42 રનની આકર્ષક ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા.
180 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઓસ્ટ્રેલિયાએ 19 ઓવર અને 4 બોલમાં 186 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટિમ ડેવિડે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે 49 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. જ્યારે માર્કસ સ્ટોઇનિસે 29 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેન ઓફ ધ પ્લેયરનો એવોર્ડ માર્કસ સ્ટોઈનિસને આપવામાં આવ્યો હતો.
