T20 ક્રિકેટ શ્રેણીની વિશાખાપટ્ટનમમાં ગઇકાલે પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી પરાજય આપ્યો
Live TV
-
પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીની વિશાખાપટ્ટનમમાં ગઇકાલે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લિશ 110 રન અને સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ વાર કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવના 80 રન અને ઈશાન કિશનના 58 રનની મદદથી 19 ઓવર અને પાંચ બોલમાં આઠ વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટ્વેન્ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે એક દિવસીય વિશ્વ કપમાં રમીચૂકેલા મોટાભાગના ખેલાડીઓને આરામ આપ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ વિશ્વકપ ટીમના ઘણા ખેલાડીઓને આરામ આપ્યો છે. શ્રેણીની બીજી મેચ રવિવારે તિરુવનંતપુરમમાં રમાશે.
