અનીશ ભાનવાલાએ ISSF વિશ્વ કપ ફાઇનલ 2023માં કાંસ્યચંદ્રક જીતી ભારતને ગૌરવ અપાવ્યું
Live TV
-
ભારતીય નિશાનેબાઝ અનીશ ભાનવાલાએ ISSF વિશ્વ કપ ફાઇનલ 2023માં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો
ભારતીય નિશાનેબાઝ અનીશ ભાનવાલાએ ગઇકાલે કતારમાં ISSF વિશ્વ કપ ફાઇનલ 2023માં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો છે. લુસેલ શૂટિંગ રેન્જમાં યોજાયેલી સ્પર્ધામાં અનીશ ભાનવાલાએ ફાઇનલમાં 35 માંથી 27 સ્કોર કર્યા હતા. વિશ્વ ચેમ્પિયનશીપમ કાંસ્યચંદ્રક વિજેતા જર્મનીના ફ્લોરિયન પીટરે 40માંથી 35નો સ્કોર કરી વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ચીનના એલઆઈ યુહોંગને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો.
ISSF વિશ્વકપ ઇતિહાસમાં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે આ પ્રથમ ચંદ્રક છે. 21 વર્ષીય અનીશ ભાનવાલાએ કૈરોમાં કાંસ્યચંદ્રક જીત્યો, જે ISSF વિશ્વ કપ સ્ટેજ પર તેનો પ્રથમ વ્યક્તિગત સિનિયર મેડલ પણ હતો. અનીશ ભાનવાલાને મળેલ કાંસ્ય ચંદ્રક આ વર્ષે ISSF વિશ્વકપ ફાઇનલમાં ભારતનો પ્રથમ અને છેલ્લો વ્યક્તિગત મેડલ હતો. આજે આ સ્પર્ધાનું સમાપન
