T20 મહિલા વર્લ્ડ કપમાં છઠ્ઠી વાર ઓસ્ટ્રેલિયા બન્યું વિશ્વ વિજેતા, ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 19 રનથી હરાવ્યું
Live TV
-
ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી- ટ્વેન્ટી વિશ્વકપની ફાઇલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 19 રને પરાજય આપીને છઠી વાર ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ છઠી વાર મહિલા ટી- ટ્વેન્ટી વિશ્વકપની ફાઇલ મેચમાં રમવા ઉતરી હતી. છઠ્ઠીવાર પણ તેણે ટ્રોફી જીતી લીધી હતી. કેપટાઉનના મેદાનમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 157 રનનું વિજય લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 137 રન જ નોંધાવી શકી હતી. મેચમાં 74 રન નોંધાવી ચુકેલી ખેલાડી બેથ મૂની પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા. એશ્ને ગોર્ડનર પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર થયા હતા.
