ICC મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલ, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 157 રનનો આપ્યો ટાર્ગેટ
Live TV
-
વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આજે ICC મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ઉત્સાહિત છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેપ ટાઉનમા ICC મહિલા T-20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 156 રન કર્યા હતા. ટીમમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બેથ મૂનીએ અર્ધશતક નોંધાવીને 74 રન કર્યા હતા. આ ઉપરાંત એશ્લે ગાર્ડનરની આક્રમક બેટિંગના સહારે ટીમનો સ્કોર સારી સ્થિતિએ પહોંચ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બોલર મેરિયન કેપે ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાંચ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે રોમાચંક મુકાબલો થવાની અપેક્ષા છે.. તો, ઓસ્ટ્રેલિયા ટીમ છઠ્ઠી વાર ચેમ્પિયન બનવાની આશા સાથે તેમજ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ટાઇટલ પોતાના નામે કરવા માટે મેદાનમાં ઉતરી છે.
