T20 વર્લ્ડકપ-2024નું શિડ્યૂલ જાહેર, આ તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
Live TV
-
ભારત 12 જૂને ત્રીજી મેચ અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને અમેરિકા સામે રમશે.
ICCએ T20 વર્લ્ડકપ-2024નું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી 29 જૂન સુધી 20 ટીમો વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોઝના મેદાનમાં રમાશે. ભારત પહેલી મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે અને પાકિસ્તાન સામે ભારતની મેચ 9 જૂને રમાશે. ભારત 12 જૂને ત્રીજી મેચ અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને અમેરિકા સામે રમશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા આ વર્લ્ડકપમાં પ્રત્યેક ટીમને 5 - 5 ટીમના 4 ગૃપમાં સામેલ કરાઈ છે.
તમામ 20 ટીમને પાંચ-પાંચ ટીમના ચાર ગૃપમાં વિતરિત કરવામાં આવી છે. ગૃપ Aમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકાને રાખવામાં આવ્યું છે. ગૃપ Bમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાનને રાખવામાં આવ્યું છે. ગૃપ Cમાં ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિનીને રાખવામાં આવ્યું છે. ગૃપ Dમાં સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળને રાખવામાં આવ્યું છે.
T20 વર્લ્ડકપનો લીગ સ્ટેજ 1થી 18 જૂન દરમિયાન રમવામાં આવશે. તમામ ગૃપની ટીમ એક-એક મેચ રમશે.તમામ ગૃપની બે ટીમ આગામી સ્ટેજમાં એન્ટર થશે, ત્યારછી 19થી 24 જૂન સુધી સુપર-8 મેચ રમાશે. કુલ આઠ ટીમ એક-એક મેચ રમશે. જેમાંથી ટોપ 4 ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચી જશે. નોકઆઉટ સ્ટેજમાં પહેલી સેમિફાઈનલ મેચ 26 જૂન અને બીજી સેમિફાઈનલ મેચ 27 જૂનના રોજ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલમાં જીતનાર ટીમ 29 જૂનના રોજ ફાઈનલ મેચ રમશે.