Skip to main content
Settings Settings for Dark

IND vs AUS: T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે 9 વિકેટે જીત મેળવી

Live TV

X
  • ભારતે 1 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

    મહિલા ક્રિકેટની તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે 9 વિકેટે જીત મેળવી છે. આ મેચ મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં 141 રન નોંધાવ્યા હતા. ભારતે 1 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે. 

    ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 54 રન, શેફાલી વર્માએ 64 રન કરીને અણનમ રહી હતી. જેમિમા રોડ્રિગ્સ 6 રન કરીને નોટઆઉટ રહી હતી. ભારતની તિતાસ સાધૂએ ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ લીધી હતી, શ્રેયાંકા પાટિલ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. અમજોત કૌરે એક વિકેટ અને રેણુકા સિંહે એક વિકેટ લીધી હતી.

    ભારતીય ટીમ-

    શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, તિતાસ સાધૂ.

    ઓસ્ટ્રેલિયાની ટીમ

    એલિસા હીલી (વિકેટકીપર, કેપ્ટન), બેથ મૂની, તહલિયા મેકગ્રાથ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, ફીબી લિચફીલ્ડ, ગ્રેસ હેરિસ, એનાબેલ સદરલેન્ડ, જ્યોર્જિયા વેયરહેમ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply