T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ 9 જૂને થશે
Live TV
-
ભારતની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે થશે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. ભારતની ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સાથે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સાથે થશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શુક્રવારે T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન વચ્ચે યોજાશે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે. પ્રથમ મેચ 1 જૂને કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. જ્યારે ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસના મેદાન પર રમાશે.
ભારતની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે થશે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. ભારતની ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સાથે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સાથે થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.
તમામ 20 ટીમોને પાંચ ટીમોના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન ગ્રુપ બીમાં છે, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પપુઆ ન્યુ ગીની ગ્રુપ સીમાં છે અને ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ છે.
T20 વર્લ્ડ કપનો લીગ સ્ટેજ 1 થી 18 જૂન વચ્ચે રમાશે. દરેક ગ્રુપની ટીમો એકબીજા વચ્ચે એક-એક મેચ રમશે. દરેક જૂથની ટોચની બે ટીમો આગળના તબક્કા માટે ક્વોલિફાય થશે. આ પછી સુપર-8 મેચો થશે જે 19-24 જૂન વચ્ચે રમાશે. જેમાં કુલ આઠ ટીમો એક-એક મેચ રમશે. અહીંથી ટોચની ચાર ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે. નોકઆઉટ તબક્કામાં, પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને અને બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને યોજાશે. આ પછી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બંને સેમિફાઇનલના વિજેતાઓ વચ્ચે રમાશે.