T20 વર્લ્ડ કપની 35મી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી
Live TV
-
T20 વર્લ્ડ કપની 35મી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાનો સેમી ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 185 રન બનાવવાના હતા પરંતુ વરસાદના કારણે ડક વર્થ લેવિસ મેથડ લાગુ થતાં બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ તે 16 ઓવરમાં 6 વિકેટે માત્ર 145 રન જ બનાવી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 64 રન અને કે.એલ રાહુલે અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
