અમ્માનમાં સવિતા અને કપિલ પોખરિયા આજે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે
Live TV
-
મોહમ્મદ હસમુદ્દીન અને લક્ષ્ય ચાહર જોર્ડનમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. 57 કિ.ગ્રા વજન વર્ગમાં, હસમુદ્દીને કિર્ગિસ્તાનને અને 80 કિ.ગ્રા વજન વર્ગમાં ચાહરે તઝાકિસ્તાનના બોક્સરોને હરાવ્યા હતા. બીજી તરફ સ્પર્શ કુમારને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજે સવિતા અને કપિલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રમશે.
આ સ્પર્ધામાં 27 દેશોના બોક્સરો ભાગ લઈ રહ્યા છે. ભારતે 25 સભ્યોની ટીમ મોકલી છે.
