T20 વર્લ્ડ કપ: જાણો ચેમ્પિયન ભારત અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડને કેટલા રૂપિયા મળ્યા?
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ઇતિહાસ રચ્યો છે. સતત બીજી અને કુલ ત્રીજી વખત ટ્રોફી જીતીને ભારત વિશ્વની પ્રથમ એવી ટીમ બની છે જેણે ત્રણવાર ટી20 વર્લ્ડ કપ જીત્યો હોય. આ ઐતિહાસિક સફળતા બાદ હવે ટીમ ઇન્ડિયા પર આઈસીસી (ICC) દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો છે.

આઈસીસીએ આ આખી ટુર્નામેન્ટ માટે કુલ 120 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જેમાંથી વિશ્વ વિજેતા બનેલી ટીમ ઇન્ડિયાને 3 મિલિયન ડોલર એટલે કે અંદાજે 27.48 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળ્યા છે. બીજી તરફ, ફાઈનલમાં હારનો સામનો કરનાર ઉપવિજેતા ન્યૂઝીલેન્ડને 1.6 મિલિયન ડોલર એટલે કે અંદાજે 14.65 કરોડ રૂપિયા ઇનામી રાશિ તરીકે આપવામાં આવ્યા છે.
રનર્સ અપ ઉપરાંત અન્ય ટીમો માલામાલ
માત્ર ફાઈનલ રમનાર ટીમો જ નહીં, પરંતુ અન્ય ટીમો પણ માલામાલ થઈ છે. જેમાં સેમીફાઈનલમાં હારનાર દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડને અંદાજે 7.24 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે સુપર-8 સુધી પહોંચનારી ટીમોને આશરે 3.48 કરોડ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમો માટે પણ 2.29 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં સંજુ સેમસને 89 રનની તોફાની ઇનિંગ રમી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં સમેટાઈ ગઈ હતી. ઘાતક બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહે 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો. ભારત ઘરઆંગણે વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ જીત સાથે ભારતીય ક્રિકેટના સુવર્ણ યુગની શરૂઆત થઈ છે તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી.