T20 વર્લ્ડ કપ 2024ની 47મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 50 રને હરાવ્યું
Live TV
-
T20 વર્લ્ડ કપ 2024ની 47મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 50 રને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે ICC T-20 વર્લ્ડકપમાં સુપર-8 રાઉન્ડમાં પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું. શનિવારે બાંગ્લાદેશ સામે 50 રને મળેલી જીત સાથે ભારતે સેમિફાઇનલમાં પહોંચવાની આશા વધુ મજબૂત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 146 રન બનાવી શકી હતી.
સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ રમતા ભારતીય ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો. શાકિબ અલ હસને રોહિતની વિકેટ લીધી હતી. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીનું બેટ આ મેચમાં બોલ્યું. વિરાટે 24 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. હાર્દિકે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી પરંતુ તે અડધી સદી ચૂકી ગયો હતો. શિવમ દુબેએ હાર્દિક પંડ્યાને સારો સાથ આપ્યો અને 24 બોલમાં 34 રનની ઇનિંગ રમી.
આ જીત સાથે ભારતીય ટીમે ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. બે મેચમાં સતત બે જીત સાથે ભારતના ચાર પોઈન્ટ થઈ ગયા છે. ભારતે તેની આગામી મેચ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જો ભારત આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અફઘાનિસ્તાન સામે 47 રનથી જીત મેળવીને ડેબ્યૂ કર્યું હતું.
