T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું
Live TV
-
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની પ્રથમ મેચ 2 વિકેટથી જીતી લીધી છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની પ્રથમ મેચ 2 વિકેટથી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 8 વિકેટે 209 રન નોંધાવીને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના જોશ ઈંગ્લિશે 50 બોલમાં 110 રન નોંધાવ્યા હતા. સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 82 રન, ઈશાન કિશને 39 બોલમાં 58 રન નોંધાવ્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડ વાઈસ કેપ્ટન છે.
