Skip to main content
Settings Settings for Dark

WPl: યુપી વોરિયર્સ આજે નવી દિલ્હીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે

Live TV

X
  • યુપી વોરિયર્સ આજે નવી દિલ્હીમાં વિમેન્સ પ્રિમીયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મહિલા પ્રીમિયર લીગની આ 14મી મેચ અરુણ જેટલી સ્ટેડીયમ ખાતે રમાશે.આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સ 5 મેચમાં 3 જીત અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને, જ્યારે યુપી વોરિયર્સ 5 મેચમાં 2 જીત અને 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

    ગઇકાલે ગુજરાત જાયન્ટે – રોયલ ચેલેન્જ બેંગ્લોરને 19 રને હરાવીને ટુર્નામેન્ટની પ્રથમ જીત નોંધાવી હતી.

    ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવતાં તેનો પરાજય થયો હતો. ગુજરાતની બેથ મૂનીએ અણનમ 85 જ્યારે વોલ્વાર્ડે 76 રન બનાવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply