Skip to main content
Settings Settings for Dark

ભારતીય ખેલાડીઓ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં આજે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે

Live TV

X
  • વર્ષમાં રમવામાં આવતી બીજા નંબરની ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંત અને પી.વી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.શ્રીકાંતે તાઈવાનના ચાઉ ટિએન-ચેનને હરાવ્યો. જ્યારે ભારતના એચ.એસ પ્રણોય પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયા હતા. કિદામ્બી શ્રીકાંત આવતીકાલે બીજા રાઉન્ડમાં ચીનના લુ ગુઆંગઝુ સામે ટકરાશે. મહિલા સિંગલમાં પી.વી સિંધુએ કેનેડાની મિશેલલીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિંધુએ અંતિમ રાઉન્ડ 21-19થી જીત્યો હતો.

    ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચોમાં ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે. મહિલા સિંગલ્સમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી સિંધુનો મુકાલબો અમેરિકાની બેવેન ઝાંગ સામે થશે. તેણે પહેલા રાઉન્ડમાં કેનેડાની મિશેલ લીને 20-22, 22-20, 21-19થી હરાવી હતી.

    શ્રીકાંતે પ્રારંભિક રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન-ચેનને હરાવ્યો હતો. અન્ય એક મેચમાં લક્ષ્ય સેન ચીનની લી શી ફેંગ સામે ટકરાશે. સેને પ્રથમ રાઉન્ડમાં જાપાનની કાંતા સુનેયામા સામે જીત મેળવી હતી. ભારતનો એચએસ પ્રણોય ચીનના લુ ગુઆંગ ઝુ સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply