Skip to main content
Settings Settings for Dark

WTC ફાઇનલ: બીજા દિવસે બેડ લાઇટ્સ અને વેધર વચ્ચે ભારતે 3 વિકેટે 146 રન બનાવ્યા

Live TV

X
  • સાઉથહેમ્પટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચ 18 જૂનથી શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે પહેલા દિવસે મેચ બંધ રહી હતી. ત્યારબાદ શનિવારે બીજા દિવસે ટોસ થયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલે પણ બેડ લાઇટ્સ અને વરસાદના કારણે નિયત સમય અગાઉ પૂર્ણ કરવી પડી હતી. 
    બીજા દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટ ગુમાવતા 146 રન નોંધાવ્યા હતા. ભારતના ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શુભમન ગીલે ભારતને સારી શરૂઆત આપતા પહેલી વિકેટ માટે 62 રન કર્યા હતા. કાઈલ જેમિસને રોહિત શર્માને 34 રને આઉટ કર્યો હતો. જયારે શુભમન ગીલ પણ 28 રન બનાવીને આઉટ થયો હતો. પુજારા પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ વિરાટ કોહલી 44 અને અજિંન્ક્ય રહાણે 29 રન સાથે અણનમ રહ્યા હતા. 
    આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી આપવા કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply