વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચમાં ભારત 217 રનમાં ઓલઆઉટ
Live TV
-
સાઉથહેમ્પટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચ 18 જૂનથી શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે પહેલા દિવસે મેચ બંધ રહી હતી. ત્યારબાદ શનિવારે બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલે પણ બેડ લાઇટ્સ અને વરસાદના કારણે નિયત સમય અગાઉ પૂર્ણ કરવી પડી હતી.
કાલે બીજા દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટ ગુમાવતા 146 રન નોંધાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી 44 અને અજિંન્ક્ય રહાણે 29 રન સાથે અણનમ રહ્યા હતા.
આજે ફાઈનલ મેચના ત્રીજા દિવસની રમતમાં ભારતની ટિમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન કરીને આઉટ થયો હતો જયારે અજિંન્ક્ય રહાણેએ 49 રન કાર્ય હતા. ન્યુઝીલેન્ડના બોલર કાઈલ જેમિશને 5 વિકેટ ઝડપી હતી.
ત્રીજા દિવસે પણ વરસાદને કારણે મેચ મોડી શરુ થઈ હતી.
