WTC ફાઇનલ: ભારતે બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવી 64 રન કર્યા
Live TV
-
સાઉધમ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇલનના પાંચમાં દિવસની મેચ પૂર્ણ થવા સુધી ભારતે બીજી ઇનિંગમાં બે વિકિટે બનાવ્યા 64 રન.ન્યૂઝલેન્ડ સામે ભારતની 32 રનની લીડ છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગઈકાલે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 2 વિકેટના નુકસાને 64 રન બનાવ્યા છે. ભારતની પહેલી ઇનિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ તથા ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. તો અશ્વિને બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. હાલ ભારતે 32 રનની લીડ મેળવી લીધી છે. પાંચ દિવસની રમત પુરી થઈ ગઈ છે, જોકે 23 જૂન એટલે કે આજના દિવસનો રિઝર્વ ડે તરીકે ઉપયોગ કરાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ દાવમાં સૌથી વધુ ડેવોન કોનવેએ 54 રન ફટકાર્યા હતા.
