Evening News @ 07:00 PM I Date 17-05-2018
Submitted by gujaratdesk on
Submitted by gujaratdesk on
કર્ણાટક વિધાન સભાની 222 સીટો માટે આજે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થયું સંપન્ન થયું છે. 5 વાગ્યા સુધીમાં 70 ટકા મતદાન થયું હતું. આર.આર.નગર બેઠક પરથી એક ઘર માંથી હજારો નકલી આઇકાર્ડના મામલે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. આ બેઠક પર મતદાન 28 મે ના રોજ થશે અને જય નગરની બેઠક પર ભાજપના ઉમેદવારના નિધનના કારણે આ બેઠક પર મતદાન ટાળવામાં આવ્યું છે. કર્ણાટકમાં અંદાજિત 4 કરોડ 58 લાખ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં કુલ 2,954 ઉમેદવાર મેદાનમાં છે. 56 હજાર 666 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. નિષ્પક્ષ અને શાંતિ પૂર્ણ મતદાન કરાવવા માટે સાડા ત્રણ લાખથી વધુ કર્મચારીને કામગીરી સોપવામાં આવી છે.