કર્ણાટકમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું, 70 ટકા મતદાન થયું
Live TV
-
કર્ણાટક વિધાન સભાની 222 સીટો માટે આજે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થયું સંપન્ન થયું છે. 5 વાગ્યા સુધીમાં 70 ટકા મતદાન થયું હતું. આર.આર.નગર બેઠક પરથી એક ઘર માંથી હજારો નકલી આઇકાર્ડના મામલે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. આ બેઠક પર મતદાન 28 મે ના રોજ થશે અને જય નગરની બેઠક પર ભાજપના ઉમેદવારના નિધન
કર્ણાટક વિધાન સભાની 222 સીટો માટે આજે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થયું સંપન્ન થયું છે. 5 વાગ્યા સુધીમાં 70 ટકા મતદાન થયું હતું. આર.આર.નગર બેઠક પરથી એક ઘર માંથી હજારો નકલી આઇકાર્ડના મામલે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. આ બેઠક પર મતદાન 28 મે ના રોજ થશે અને જય નગરની બેઠક પર ભાજપના ઉમેદવારના નિધનના કારણે આ બેઠક પર મતદાન ટાળવામાં આવ્યું છે. કર્ણાટકમાં અંદાજિત 4 કરોડ 58 લાખ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં કુલ 2,954 ઉમેદવાર મેદાનમાં છે. 56 હજાર 666 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. નિષ્પક્ષ અને શાંતિ પૂર્ણ મતદાન કરાવવા માટે સાડા ત્રણ લાખથી વધુ કર્મચારીને કામગીરી સોપવામાં આવી છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને.Y.S.યેદુરપ્પા સાથે શિવાનંદ ગોડા, પૂર્વ મુખ્યમંત્રી H.D. દૈવગોડા ઉપરાંત રાહુલ દ્રવિડ અને આદ્યાત્મ ગુરુ શ્રીશ્રી રવિશંકર મહારાજે પણ મતદાન કર્યું છે