Skip to main content
Settings Settings for Dark

ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂક્યું

Live TV

X
  • ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂકીને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત તકની ભૂમિ છે અને સાઉથ કોરિયા અમારો નેચરલ પાર્ટનર છે. ભારત અને સાઉથ કોરિયાના બિઝનેસ સંબંધ લાંબા સમયથી છે. જે છેલ્લા થોડાં વર્ષોમાં વધુ નજીક આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સાઉથ કોરિયા આવ્યો હતો. જે ઇકોનોમિક ગ્રોથ માટે મારો રોલ મોડલ છે. તેમણે આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં કોરિયાનું રોકાણ છ બિલિયન ડોલર છે. વર્ષ 2015 બાદ ભારતમાં હુન્ડાઈ સેમસંગ એલજી વિશ્વસનીય બ્રાન્ડ બની છે. અત્યાર સુધીમાં 600 કોરિયન કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે. અન્ય કંપનીઓને આવકારવા અમે આતુર છીએ. તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રીકલ વાહન બનાવવામાં સાઉથ કોરિયા અગ્રેસર છે. ભારતમાં ઇલેક્ટ્રીક વાહન માટે બહોળી તક રહેલી છે. જે માટે ભારત સરકાર સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની યોજનામાં સહયોગ આપે છે. આ સાથે જ ભારત-કોરિયા સ્ટાર્ટ અપ હબને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.  

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જળવાયુ પરિવર્તન માનવતાની સામે આજે બે મોટા પડકાર છે. દક્ષિણ કોરિયાના સોલમાં આજે યોન સેઈ વિશ્વ વિદ્યાલય સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરતાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના જીવન દર્શન અંગે સિદ્ધાંતોમાં આ સમસ્યાઓનો ઉકેલ ઉપલબ્ધ છે.

    આ અવસર પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનએ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જયંતિ કોરિયાના અહિંસક સ્વતંત્રતા સંગ્રામની 100મી જયંતિની સાથે ઉજવવામાં આવશે. યોનસેઈ વિશ્વ વિદ્યાલય આ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર હતું. સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સચિવ બાન કી મૂનએ આ અવસરે પોતાના સંબોધનમાં વિશ્વ શાંતિ જળવાયુ પરિવર્તન અને માનવ અધિકારોના સમર્થનમા પ્રધાનમંત્રીના પ્રયાસોની સરાહના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply