Skip to main content
Settings Settings for Dark

એશિયન અને સ્થાનિક બજારો તરફથી સારા સંકેતને પગલે સેન્સેક્સમાં જોવા મળ્યું હકારાત્મક વલણ 

Live TV

X
  • આજે બજાર દિવસભર 38.500ના મથાળેથી નીચે આવ્યો ન હોત. અને અંતે સેન્સેક્સ 540.03 અંકોના વઘારા સાથે સેન્સેક્સ 38,675.91 અંક પર બંધ રહ્યો હતો, તો નિફ્ટી પણ ઉંચા મથાળેથી ખુલ્યો હતો

    એશિયન અને સ્થાનિક બજારો તરફથી સારા સંકેત મળતા આજે સેન્સેક્સમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. આજે બજાર દિવસભર 38.500ના મથાળેથી નીચે આવ્યો ન હોત. અને અંતે સેન્સેક્સ 540.03 અંકોના વઘારા સાથે સેન્સેક્સ 38,675.91 અંક પર બંધ રહ્યો હતો, તો નિફ્ટી પણ ઉંચા મથાળેથી ખુલ્યો હતો. સતત ચડાવ ઉતાર બાદ 53.90 અંકના વધારા સાથે નિફ્ટી 11,623.90 પર બંધ રહ્યો. આ ઉપરાંત અન્ય એશિયન બજારોના વેપાર પર નજર કરીએ તો આજના દિવસે હોંગકોંગના હેન્ગસેંગે 0.75 ટકા, કોરિયાના કોસ્પીએ 0.31 ટકા, શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 2.36 ટકા અને જાપાનના નીક્કેએ 0.95 ટકાની વૃદ્ધિ સાથે વેપાર કર્યો હતો. તો આજના દિવસે ભારતીય સેન્સેક્સે 1.41 ટકા વધ્યો હતો. આ વધારા પાછળનું પ્રમુખ કારણ બજારના જાણકારો કેન્દ્ર સરકારની ચોક્કસ નીતિ અને દેશમાં ચૂંટણીનો માહોલ રહેવાને માને છે. રૂપિયાની વાત કરવામાં આવે તો, સ્થાનિક બજારમાં સતત વિદેશી મૂડી રોકાણો થવાના કારણે રૂપિયો આજે ડોલરની સરખામણીમાં 15 પૈસા વધું મજબૂત બન્યો હતો. ડોલરનો ભાવ 69.15 થયો હતો. બજારના જાણકારોનું કહેવું છે કે, અન્ય મુખ્ય વિદેશી ચલણની સરખામણીમાં ડોલરના ઘસારાના કારણે રૂપિયો વધુ મજબૂત બન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply