Skip to main content
Settings Settings for Dark

ઓડિટ મામલે આઈટીઆર જમા કરવાની તારીખ 31 ઓક્ટોબર સુધી વધી

Live TV

X
  • પહેલા ઓડિટ મામલે આઈટીઆર જમા કરવાની તારીખ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી

    કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડે ઓડિટ રિપોર્ટની આવશ્યકતા વધારવાના વિશેષ મામલે ઈન્કમ ટેકસ જમા કરવાની અંતિમ તિથિ 31 ઓક્ટોબર સુધી વધાર્યું છે. પહેલા આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.

    દેશભરમાં મળેલી પ્રતિક્રિયા પર વિચાર કર્યા પછી સીબીડીટીએ આઈટીઆર અને ઈન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર 2019 કરવાનો નિર્ણય લીધો છે. આ તેવા લોકો સંબંધિત છે. જેના ખાતામાં ઓડિટની જરુર છે.

    વિભાગે કહ્યું છે કે આ સંબંધમાં ઔપચારિક અધિસૂચના ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આ શ્રેણી હેઠળ આવનાર એવા એકમો હોય છે. જેના આવકનું આકલન ઈન્કમ ટેક્સ કાનૂનની 44ઓબી ધારા હેઠળ કરવામાં આવે છે અને તેમના ખાતાઓને રિટર્ન દાખલ કરતાં પહેલા ઓડિટ કરવાની આવશ્યકતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply