નીરવ મોદીની લક્ઝરી કાર અને મ્યુચ્યુઅલ ફંડ ફ્રીઝ, CBI અને EDના દરોડા
Live TV
-
નીરવ મોદી પર કસાયો સકંજો, સીબીઆઈ અને ઇડીના દરોડા, લક્ઝુરીઅસ કાર અને મ્યુચ્યુઅલ ફંડ સીઝ કર્યા
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલે ઇડી અને સીબીઆઈની કાર્યવાહી સતત આઠમાં દિવસે પણ યથાવત છે. ગુરુવારે નીરવ મોદીના મુંબઈ સ્થિત ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રુપના 94 કરોડના શેર અને મ્યુચ્યુલ ફંડ ફ્રીઝ કર્યા છે. આ ઉપરાંત નીરવ મોદીની નવ લક્ઝરી કાર પણ સીઝ કરી છે. આ કારમાં લગભગ છ કરોડ રૂપિયાની રોલ્સ રોયલ ઘોસ્ટ પણ સામેલ છે. નીરવ મોદી જે લક્ઝરી કારને ઇડીએ જપ્ત કરી છે. તેમાં એક રોલ્સ રોયલ્સ ઘોસ, બે મર્સિડિઝ બેન્ઝ બીએલ 350 સીડીઆઈએસ, એક પોર્શ પનામેરા, 3 હોન્ડા કાર, એક ટોયોટા ફોર્ચ્યુનર અને એક ટોયોટા ઇનોવા સામેલ છે. ઈડીએ પોતાની કાર્યવાહીમાં અત્યાર સુધી નીરવ મોદીના 75 સ્થળો પર સર્ચ ઓપરેશન કરી 5800 કરોડ રૂપિયા મૂલ્યના હીરા, સોનું અને અન્ય કિંમતી ઝવેરાત જપ્ત કરી લીધી છે.