નીરવ મોદી વિરૂદ્ધ સકંજો કસાયો, વિદેશ મંત્રાલયે પાસપોર્ટ રદ્દ કર્યો
Live TV
-
પીએમબી કૌભાંડ મામલે નીરવ મોદી વિરૂદ્ધ કડક કાર્યવાહી, મામા-ભાણેજના પાસપોર્ટ રદ્દ કરી, સંપત્તિ જપ્ત
PNB કૌભાંડના આરોપી હીરાના વેપારી નીરવ મોદી પર સરકારની તપાસ એજન્સીઓએ ગાળીયો મજબૂત બનાવ્યો છે. વિદેશમંત્રાલયના સૂત્રો અનુસાર મામા-ભાણેજ મેહુલ ચોકસી અને નીરવ મોદીના પાસપોર્ટ રદ કરી દીધા છે. E.D.એ શુક્રવારે નીરવ મોદી સમૂહની લગભગ 44 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રિઝ કરી છે, જેમાં 30 કરોડ રૂપિયાના બેંક ખાતાનો પણ સમાવેશ થયો છે. આ સાથે જ લગભગ 14 કરોડ રૂપિયાના શેર પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ બહાર આવ્યા પછી E.D.અને અન્ય એજન્સીઓ નીરવ મોદી અને તેમની ગીતાંજલી જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોકસી અને અન્યોની તપાસ કરી રહી છે. આ ક્રમમાં વધુ કડકાઈ દાખવતા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કુલ 523 કરોડની કુલ સંપત્તિ ટાંચમાં લીધી છે જેમાં મુંબઈ-અમદાવાદમાં આવેલી જમીન અને ફાર્મહાઉસનો સમાવેશ થાય છે.