શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 304 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10,600 પર બંધ
Live TV
-
મારૂતી, ગ્રાસિમ, ટાટા મૉટર, એલ એન્ડ ટી, ઇન્ડસલેન્ડ બેંક, એક્સિસ બેંકના શેરોમાં ઉછાળો જોવા મળ્યો જ્યારે શન ફાર્મા, ટીસીએસ, ટેક મહિન્દ્રા, બેંક ઓફ બરોડા, ઇન્ફોસિસ, આઈટીસીના શેર ગગળ્યા હતા
ગ્લોબલ બજારના સારા સંકેત બાદ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે બજાર તેજી સાથે બંધ થયા હતા. કામકાજની શરૂઆતમાં સેન્સેક્સ 83.57 એટલે કે 0.24 ટાક વધીને 34,225.72 અંક પર અને નિફ્ટી 35.70 અંક એટલે કે 0.34 ટકા વધીને 10,526.55 પર ખૂલ્યો. શરૂઆતી કામકાજમાં સેન્સેક્સ 107 અંક વધીને 34,225.72 સુધી પહોંચી ગયો. જ્યારે દિવસને અંતે કામકાજ પછી સેન્સેક્સ 34,445.75 રહ્યો હતો. એટલે કે શેરબજારમાં દિવસના અંતે સેન્સેક્સમાં 303.60 (0.89 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી પણ દિવસને અંતે 0.87 ટકા ઉછળીને 91.55 વધીને 10,582.60 પર બંધ રહ્યો હતો.
સિંભોલી શુગર અને ઓબીસીના શેરમાં ઘટાડો
દિવસ દરમિયાન કામકાજના કલાકોમાં ઓરિઅન્ટલ બેંક ઓફ કોમર્સનો શેર 13 તૂટ્યો હતો. જ્યારે સિંભોલી શુગરના શેરમાં પણ ધોવાણ થયું હતું. જેને પગલે એક તબક્કે શેરબજારમાં બીએસઈ સ્ટોક સિંભોલી શુગરમાં 19.88 ટકા ગગડીને 13.50 રૂપિયાના નીચલા સ્તરે આવી ગયો હતો.મિડ-સ્મોલ કેપ શેરોમાં વધારો
શરૂઆતી કામકાજમાં મિડ કેપ – સ્મોલ કેપ શેરોમાં પણ આજે ખરીદી જોવા મળી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યો. જ્યારે નિફ્ટી 100 ઈન્ડેક્સમાં 0.6 ટકાની મજબૂતાઈ જોવા મળી. બીએસઈનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.7 ટકા સુધી ઉછળ્યો.બેંક નિફ્ટીમાં પણ ઉછાળો
શરૂઆતી કામકાજમાં મેટલ, બેંકિંગ, ઓટો, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ. ઓઈલ અને ગેસ, પાવર શેરોમાં ખરીદી જોવા મળી. બેંક નિફ્ટી 06 ટકા ઉછળીને 25,456ના સ્તર પર કામકાજ કરી રહ્યો છે. જો કે આઈટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં હળવું દબાણ જોવા મળ્યું.અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક