3-ડી એટલે ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ, પીએમ મોદીનો નવો મંત્ર
Live TV
-
ભારત-કોરિયા વ્યાપાર સંમેલનને સંબોધિક કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, બન્ને દેશ પાસે સાથે મળી કામ કરવાની ક્ષમતા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારત-કોરિયા બિઝનેસ સમિટમાં સંબોધન કર્યું. ભારત કોરિયા વચ્ચે આ બીજુ શિખર સંમેલન છે. સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી 3-ડી એટલે કે, ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડનો મંત્ર આપ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત જળવાયું સંરક્ષણ માટે ટેકનિકના મહત્તમ ઉપયોગ પર કામ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભારત અર્થવ્યવસ્થા ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને સરકારની નીતિઓના પરિણામે દેશના વિકાસમાં ગતિ આવી રહી છે. કોરિયા સાથે સુદ્રઢ સંબંધો પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ,ભારત અને કોરિયા વ્યાપારિક ક્ષેત્રે ભાગીદારી વધારવા પર કામ કરી રહ્યા છે.