ફેબ્રુઆરીના અંતિમ દિવસે શેરમાર્કટ ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 195 અને નિફ્ટી 32 પોઇન્ટના વધારા સાથે બંધ
Live TV
-
બર્જર પેઇન્ટ્સ અને ત્રિવેણી ટર્બાઇન જેવી કંપનીઓના શેરમાં લેવાલીના પગલે માર્કેટનું પોઝિટીવ ક્લોઝિંગ
ફેબ્રુઆરી મહિના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 195 પોઈન્ટનો અને નિફ્ટીમાં 32 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 195 અંકના વધારા સાથે 72, 500ની સપાટી પર બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 32 અંકના વધારા સાથે 21,983ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે દિવસ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, ઇન્ડસઇન્ડ બેંકના શેયર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો અને આઈસર મોટર્સ સહિતના શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો છે. સોનુ 62 હજાર 260 પર ટ્રેડ કરી રહ્યું છે.