બજેટ 2019: બજેટ રજૂ થયા બાદ શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 394 અંકનો ઘટાડો
Live TV
-
મોદી સરકારના બીજા કાર્યકાળમાં આજે રજૂ થયેલા પ્રથમ બજેટને લઈને સવારે શેર માર્કેટ ઉછાળા સાથે ખુલ્યું હતું. જોકે સાંજે તેમાં ગાબડુ જોવા મળ્યું હતું. શેર માર્કેટમાં સેંસેક્સ સવારે 82.34 અંકના ઉછાળા સાથે 39,990.40 પર ખુલ્યો હતો.
જો કે સાંજે તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અને 394.67 અંકના ઘટાડા સાથે 39,513.39 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ સવારે 18 અંકના સામાન્ય ઉછાળા સાથે 11,964.75 પર ખુલ્યો હતો અને સાંજે 135.60 અંકના ઘટાડા સાથે 11,811.15 પર બંધ થયો હતો.