Skip to main content
Settings Settings for Dark

મેક ઈન ઈન્ડિયા-દેશની પ્રથમ ઓપન એર રેસ્ટોરન્ટ ટ્રેન

Live TV

X
  • કાલકા-શિમલા હેરિટઝેટ રુટ પર લીલીઝંડી અપાઈ

    હવે રેલવેમાં યુરોપ અને સ્વીત્ઝર્લેન્ડની જેમાં નૈસર્ગિક સૌંદર્યને માણતા અને પાર્ટી કરતા કરતા ટ્રેનની સફરનો આનંદ લઈ શકાશે..જી હા..વિસ્ટાડોમ અને રેલ મોટરકાર બાદ ઓપન એર રેસ્ટોરન્ટ કોચમાં બેસવાનો આનંદ મુસાફરી લઈ શકશે..શિમલા-કાલકા રૂટ પર આ ટ્રેન શરુ થઈ ગઈ છે..જેમાં મુસાફરો માટે ઓપન એર રેસ્ટોરન્ટ કોચ બનાવવામાં આવ્યો છે..આ દેશનો પ્રથમ ઓપન એર રેસ્ટોરન્ટ કોચ છે..જેમાં બન્ને તરફ દિવાલો નહી પણ મોટી મોટી બારીઓ જોવા મળશે..અને જીપીએસ સિસ્ટમથી સજ્જ છે..શિમલા-કાલકા નેરો ગેજ લાઈન પર આ ટ્રેન શરૂ કરવામાં આવી છે..જેને હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે લીલીઝંડી આપી હતી..આ ટ્રેન કાલકાથી શિમલામાં જતા પાંચ કલાકનો સમય લેશે..મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ ટ્રેનના કોચ કાલકા કેરેજ અને વેગન વર્કશોપમાં 90 દિવસમાં તૈયાર કરાયો છે.

    શું છે ટ્રેનની ખાસિયતો?
    ------------------------
    તમામ અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે કોચ
    સંગીતનો પણ મુસાફરો લઈ શકશે આનંદ
    મ્યુઝિક સિસ્ટમ અને બે સ્પીકર પણ મૂકવામાં આવેલા હશે
    કોચના રસોઈયાનમાં આધુનિક સુવિધાઓ જોવા મળશે
    ડીપ ફ્રીઝર, ટી-કૉફી મશીન અને માઈક્રોવેવ ઓવન હશે
    કાલકા કેરેજ અને વેગન વર્કશોપમાં 90 દિવસમાં કોચ તૈયાર કરાયો
    વિસ્ટાડોમ અને રેલ મોટરકાર આ ત્રીજુ ઈનોવેશન
    કોચમાં 21 મુસાફરોના બેસવાની ક્ષમતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply