Skip to main content
Settings Settings for Dark

રેકોર્ડ બ્રેક ઉછાળા સાથે શેરબજારની શરૂઆત થઈ, આજરોજ ઓટો શેરની ખરીદીમાં વધારો

Live TV

X
  • NSE ના 1,470 શેર લીલા અને 620 શેર લાલ રંગમાં છે

    આજરોજ ભારતીય શેરબજાર નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. બજારના તમામ સૂચકાંકો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સ 100 પોઈન્ટ એટલે કે 0.12 ટકા વધીને 81,812 પર હતો અને નિફ્ટી 20 પોઈન્ટ એટલે કે 0.08 ટકા વધીને 25,037 પર હતો. નિફ્ટી 25,078 ના રેકોડ બ્રેક ઉચ્ચ સપાટીની નજીક ટ્રેડ કરી રહ્યો છે. 

    નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,470 શેર લીલા અને 620 શેર લાલ રંગમાં છે. લાર્જકેપને બદલે મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 108 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 59,316 પર છે અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 93 પોઈન્ટ વધીને 19,426 પર છે.

    ઓટો, આઇટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા અને રિયલ્ટી NSE પર સૌથી વધુ વૃદ્ધિ પામતા સૂચકાંકો છે. ફિન સર્વિસ, મેટલ અને પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ પર દબાણ છે. સેન્સેક્સ પેકમાં M&M, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, સન ફાર્મા, ટાઇટન, વિપ્રો, રિલાયન્સ, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, ITC અને HDFC બેન્ક ટોપ ગેઇનર છે. ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, ટીસીએસ, એચસીએલ ટેક અને આઈસીઆઈસીઆઈ બેંક ટોપ લોઝર છે.

    બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજાર કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે FII ખરીદદાર બન્યા છે. જો આપણે ભૂતકાળના વલણ પર નજર કરીએ તો, જ્યારે પણ FII ખરીદી કરે છે, ત્યારે DII બજારમાં વેચાણ કરે છે. જોકે મર્યાદિત રેન્જમાં હોવા છતાં બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે.

    મંગળવારે પણ બજારમાં મર્યાદિત રેન્જમાં વેપાર થયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 13.65 પોઈન્ટના મામૂલી વધારા સાથે 81,711 પર અને નિફ્ટી 7 પોઈન્ટના વધારા સાથે 25,017 પર બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ફિન સર્વિસ, ફાર્મા, રિયલ્ટી, મીડિયા અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply