Skip to main content
Settings Settings for Dark

ઑલટાઈમ હાઈ પર ખૂલ્યું શેરબજાર: સેન્સેક્સ 300 અંક વધ્યો, નિફ્ટી 25250ની સપાટી સ્પર્શી

Live TV

X
  • શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી પ્રથમ વખત 25250 પર પહોંચ્યો હતો.

    શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર રેકોર્ડ ટોચ પર ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 82,637 અને 25,258ની નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી હતી. સવારે 9:16 વાગ્યે સેન્સેક્સ 335 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 82,477 પર અને નિફ્ટી 81 પોઈન્ટ્સ અથવા 0.32 ટકા વધીને 25,233 પર હતો. PSE બેન્ક, ફિન સર્વિસ, ફાર્મા, FMCG, મેટલ, રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સ ટ્રેડિંગની શરૂઆતમાં મજબૂત છે. જો કે આઈટી ઈન્ડેક્સમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. 

    સેન્સેક્સ પેક બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ, એલએન્ડટી, ટાઇટન, એમએન્ડએમ, એશિયન પેઇન્ટ્સ અને રિલાયન્સ ટોચના ગેનર છે. ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, સન ફાર્મા અને એચસીએલ ટેક ટોપ લૂઝર છે. બજારનું વલણ સકારાત્મક જણાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,575 શેર લીલા નિશાનમાં અને 435 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. લાર્જકેપ્સની સાથે મિડકેપ અને સ્મોલકેપ્સમાં પણ તેજીનું વલણ છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 255 પોઈન્ટ અથવા 0.45 ટકા વધીને 59,139 પર હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 79 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 19,292 પર હતો.

    લગભગ તમામ એશિયન બજારો તેજીમાં છે. ટોક્યો, સિઓલ, જકાર્તા અને બેંગકોક લગભગ અડધા ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. ગુરુવારે યુએસ બજાર મિશ્રિત બંધ રહ્યા હતા. બજારના નિષ્ણાતો કહે છે કે વર્તમાન બજાર ખૂબ જ ઓછી અસ્થિરતા દ્વારા વર્ગીકૃત થયેલ છે. નિફ્ટીમાં છેલ્લા 11 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. DII અને HNIs દ્વારા સતત ખરીદી કરવામાં આવી રહી છે. FIIએ વેચાણની ગતિમાં ઘટાડો કર્યો છે, જેણે બજારની તેજીને ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે ટૂંકા ગાળામાં આ વલણ ચાલુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply