આજથી સતત ત્રણ દિવસ માટે બેંકો રહેશે બંધ, આવી શકે છે રોકડની સમસ્યા
Live TV
-
8 માર્ચના રોજ મહાશિવરાત્રીના તહેવારને લઈને બેંકમાં રજા રહેશે. તેમજ બીજા દિવસે એટલે કે 9 માર્ચના રોજ બીજો શનિવાર હોવાની બેંકમાં કામકાજ બંધ રહેશે. આટલું તો ઠીક છે, પરંતુ ત્રીજા દિવસે રવિવાર હોવાથી પણ બેંકોમાં રજા રહેશે. સતત ત્રણ દિવસની રજા પડવાથી ઘણા બધા લોકોને નાણાકીય વ્યવહાર કરવા માટે હાલાકી ભોગવવી પડશે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ હશે તો તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે.
જો કે, તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને આ સમસ્યાથી બચી શકો છો. બીજી તરફ આ ત્રણ દિવસ સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.
મહાશિવરાત્રિ પર આ રાજ્યોમાં રજા રહેશે
મહાશિવરાત્રિ નિમિત્તે શુક્રવારે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ પછી 9 અને 10 તારીખે બીજા શનિવાર અને ત્યારબાદ રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ બેંકોમાં ત્રણ દિવસ સુધી સતત રજા રહેશે. જે શહેરોમાં આજે બેંકોમાં રજા રહેશે તેમાં અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ચંદીગઢ, દેહરાદૂન, કોચી, લખનૌ, મુંબઈ, ભોપાલ, ભુવનેશ્વર, હૈદરાબાદ, જમ્મુ, કાનપુર, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે.
આ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે
આરબીઆઈની રજાઓની યાદી અનુસાર, ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, સિક્કિમ, આસામ, મણિપુર, ઈટાનગર, રાજસ્થાન, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, ગોવા, બિહાર અને મેઘાલય સિવાયના તમામ રાજ્યો જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં મહાશિવરાત્રી પર બેંકો બંધ રહેશે.