RBI અને બેંક ઇન્ડોનેશિયાએ દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા MoU કર્યાં
Live TV
-
ભારતીય રિઝર્વ બેંક (RBI) અને બેંક ઇન્ડોનેશિયા (BI) એ દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા MoU પર હસ્તાક્ષર કર્યા. આનાથી નિકાસકારો અને આયાતકારોને તેમના સ્થાનિક ચલણમાં બિલ અને ચુકવણી કરવામાં મદદ મળશે.
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ અને બેન્ક ઈન્ડોનેશિયાએ એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ એમઓયુ પર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને બેંક ઈન્ડોનેશિયાના ગવર્નર પેરી વારજીઓએ હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ક્રોસ બોર્ડર વ્યવહારો માટે ભારતીય ચલણ રૂપિયા અને ઇન્ડોનેશિયન રૂપિયા (IDR) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર આનાથી નિકાસકારો અને આયાતકારોને સંબંધિત સ્થાનિક કરન્સીમાં બિલ અને ચુકવણી કરવામાં મદદ મળશે.આરબીઆઈએ કહ્યું કે, સ્થાનિક કરન્સીના ઉપયોગથી ટ્રાન્ઝેક્શન ખર્ચ અને સેટલમેન્ટના સમયમાં ઘટાડો થશે. રિઝર્વ બેંકે કહ્યું કે, આ એમઓયુ પર હસ્તાક્ષર કરવાનો હેતુ રૂપિયા અને રૂપિયાના દ્વિપક્ષીય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ સહયોગ RBI અને BI વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ દ્વિપક્ષીય વ્યવહારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ આખરે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવા તેમજ નાણાકીય એકીકરણને વધુ ગાઢ બનાવવા અને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના લાંબા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં ફાળો આપશે.